પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં જિયા, દાનિયાનો વિજયી પ્રારંભ
મોડાસા
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અરાવલ્લી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021ના પ્રથમ તબક્કાનો પ્રારંભ રોમાંચક ઢબે થયો હતો કેમ કે નવી હોપ્સ (અંડર-11) કેટેગરીમાં અમદાવાદની જિયા માયનાની અને સુરતની દાનિયા ગોદીલે પ્રેક્ષકોમાં રોમાંચ લાવી દીધો હતો.
જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ડીએલએસએસ ટેબલ ટેનિસ હોલ ખાતે રમાતી ટુર્નામેન્ટમાં જિયાએ હોપ્સ (અંડર-11) ગર્લ્સ ઇવેન્ટની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં સુરતની ખુશી સોલંકીને 11-8, 11-7, 7-11, 11-7થી હરાવી હતી.
દરમિયાન દાનિયાએ અમદાવાદની ફિઝા પવાર સામે લડાયક રમત દાખવી હતી અને બે ગેમ પાછળ રહેવા છતાં અંતે 9-11, 9-11, 11-2, 11-2, 11-8થી વિજય હાંસલ કર્યો હતો.
હોપ્સ (અંડર-11) કેટેગરીની બોયઝ પ્રિ ક્વાર્ટર ફાઇનલ્સ એકતરફી રહી હતી જ્યાં અમદાવાદના દ્વિજ હિરાણીએ આણંદના મોહમ્મદ ચૌહાણને 11-0, 11-2, 11-2થી હરાવ્યો હતો. સુરતના હ્રિદન પટેલે પણ આસાન વિજય હાંસલ કરીને અમદાવાદના આનંદ અગ્રવાલને 11-9, 11-3, 11-3થી હરાવ્યો હતો.
જોકે સુરતના અખિલ અચ્ચાને સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ તેણે કચ્છના યુગ સિંઘ સામે 11-7, 10-12, 12-10, 11-3થી મેચ જીતી લીધી હતી.
Comments
Post a Comment