પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં પ્રાથા, સુજલે કેડેટ ટાઇટલ જીત્યા
મોડાસા
અમદાવાદની પ્રાથા પવારે તેની ટ્રોફીની યાદીમાં વધુ એકનો ઉમેરો કર્યો હતો જ્યારે ગુજરાતમાં ટેબલ ટેનિસના હબ મનાતા ભાવનગરની સુજલ કુકડિયાએ તેના જિલ્લા માટે નવી આશાનો સંચાર કર્યો હતો કેમ કે બંને ખેલાડીએ પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં કેડેટ કેટેગરીમાં ટાઇટલ જીતી લીધાં હતાં. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અને અરાવલ્લી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અહીંની એમએલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી તથા રોટરી ક્લબ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
મોખરાના ક્રમની પ્રાથાએ કોરોનાની મહામારી બાદ શરૂ થયેલી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને શનિવારે તેણે કેડેટ ગર્લ્સ (અંડર-13) કેટેગરીમાં ત્રીજા ક્રમની મૌબિની ચેટરજીને 11-7, 11-6, 11-6, 12-10થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
અમદાવાદની બીજા ક્રમની હિયા સિંઘ ત્રીજા સ્થાને રહી હતી જે માટે તેણે ચોથા ક્રમની જિયા ત્રિવેદીને 11-9, 11-3, 10-12, 11-6થી હરાવી હતી.
અગાઉ સેમિફાઇનલમાં પ્રાથાએ જિયાને 9-11, 11-7, 12-10, 11-5થી તથા મૌબિનીએ હિયા સિંઘને 17-15, 8-11, 9-11, 11-6, 11-8થી હરાવી હતી.
કેડેટ બોયઝ વિભાગમાં કેટલાક અપસેટ સર્જાયા હતા જેમાં ચોથા ક્રમના સુજલ કુકડિયાએ પ્રભાવશાળી દેખાવ કરીને સુરતના ત્રીજા ક્રમના વિવાન દવે સામે 11-4, 8-11, 11-7, 3-11, 11-8, 11-6થી વિજય હાંસલ કર્યો હતો.
બરોડાનો મોખરાના ક્રમનો સમર્થ શેખાવત ત્રીજા સ્થાને રહ્યો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં તેણે અમદાવાદના આર્ય કટારિયાને 11-7, 9-11, 6-11, 11-8, 11-8થી હરાવ્યો હતો.
સેમિફાઇનલમાં સુજલનો મુકાબલો સમર્થ સામે હતો જ્યાં તેનો 11-6, 5-11, 11-9, 11-7થી વિજય થયો હતો જ્યારે વિવાને ફાઇનલમાં પ્રવેશવા માટે આર્ય કટારિયાને 11-5, 9-11, 6-11, 12-10, 11-9થી હરાવ્યો હતો.
બીજી તરફ સુરતનની ક્રિશા પટેલ અને વિવાન સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટની સૌ પ્રથમ હોપ્સ (અંડર-11) કેટેગરીમાં ચેમ્પિયન બન્યા હતા.
હોપ્સ કેટેગરીમાં ગર્લ્સ વિભાગની ફાઇનલમાં ક્રિશાનો મુકાબલો ભાવનગરની ચાર્મી ત્રિવેદી સામે હતો જેમાં તેનો 11-4, 11-3, 11-9, 11-9થી વિજય થયો હતો.
સુરતની વિશ્રુતિ જાધવ ત્રીજા સ્થાને રહી હતી. આ ક્રમ હાંસલ કરવા માટે તેણે પોતાના જ શહેરની રિચા રાવતને 11-9, 12-10, 6-11, 11-7થી હરાવી હતી.
અગાઉ સેમિફાઇનલમાં રિચા સામે ક્રિશાનો 11-1, 4-11, 11-4, 11-5થી અને વિશ્રુતિ સામે ચાર્મીનો 11-9, 11-2, 11-5થી વિજય થયો હતો.
હોપ્સ બોયઝ (અંડર-11) કેટેગરીમાં વિવાન દવેએ ફાઇનલમાં હ્રિદન પટેલને 10-12, 11-8, 11-7, 11-6, 11-4થી હરાવ્યો હતો. અમદાવાદનો તક્ષ શાહ ત્રીજા સ્થાને રહ્યો હતો જ્યાં તેણે રાજકોટના દિવ્ય પટેલને 9-11, 11-4, 11-7, 13-11થી હરાવ્યો હતો.
સેમિફાઇનલમાં વિવાને તક્ષને 11-4, 11-5, 11-7થી તથા હ્રિદને દિવ્યને 9-11, 11-9, 11-4, 11-6થી હરાવ્યો હતો
Comments
Post a Comment