પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021ના પ્રથમ દિવસે હિયા પટેલે અપસેટ સર્જ્યો
જામનગર
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021ના બીજા ચરણના પ્રથમ દિવસે શુક્રવારે હિયા પટેલ અને આસ્થા મિસ્ત્રીના આકર્ણનું કેન્દ્ર રહ્યા હતા કેમ કે આ બંનેએ અપસેટ સર્જીને વિજય હાંસલ કર્યા હતા. આ ટુર્નામેન્ટ 24થી 26 દરમિયાન યોજાઈ છે.
જામનગરના જેએમસી કોમ્પલેક્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં સુરતની હિયા પટેલે ગુજરાતની ઉભરતી સ્ટાર અને નવમા ક્રમની હિયા સિંઘ (અમદાવાદ)ને જુનિયર ગર્લ્સ (અંડર-17)ના પ્રથમ રાઉન્ડમાં 11-9, 11-9, 10-12, 11-8થી હરાવી હતી.
આ જ કેટેગરીમં નવસારીની આસ્થા મિસ્ત્રીએ એક ગેમથી પાછળ રહેવા છતાં રાજ્યમાં સંયુક્તપણે નવમો ક્રમ ધરાવતી અરાવલ્લીની શબનમ સુથાર સામે 8-11, 11-9, 12-10, 11-9થી વિજય હાંસલ કર્યો હતો.
એક અન્ય મેચમાં પાંચમા ક્રમની સિદ્ધિ બલસારા (નવસારી)એ પોરબંદરની પ્રિશા ગોખાણી સામે 11-3, 11-7, 11-4થી આસાન વિજય મેળવ્યો હતો.
દરમિયાન સબ જુનિયર બોયઝ (અંડર-15)માં ગુજરાતમાં મોખરાના ક્રમાંક ધરાવતા અમદાવાદના હિમાંશ દહિયાએ જુનિયર બોયઝ (અંડર-19)ના મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો.
ગ્રૂપ-8માં હિમાંશે વર્ચસ્વ જાળવીને 3-0થી મેચો જીતી હતી. તેણે ભાવનગરના નિર્જર મશરુ (13-11, 11-6, 11-7) તથા રાજકોટના કુશલ ગોધાવીયા (11-4, 11-6, 11-8)ને હરાવ્યા હતા. અન્ય ગ્રૂપ મેચમાં નિર્જરે કુશલ સામે 14-12, 11-6, 11-7થી વિજય હાંસલ કર્યો હતો.
ગ્રૂપ-1માં ભાવનગરના નંદીશ હાલાણીએ આગેકૂચ કરી હતી. તેણે વલસાડના પ્રથમ કુલકર્ણી સામે 11-2, 11-9, 11-5થી તથા જુનાગઢના પવન દેત્રોજા સામે 11-4, 11-8, 11-1થી મેચ જીતી હતી. આ દરમિયાન પ્રથમે જુનાગઢના પવનને 12-10, 11-6, 13-11થી હરાવ્યો હતો.
ગ્રૂપ-2માંથી ભાવનગરના સ્મિતરાજ ગોહીલે આગેકૂચ કરી હતી. તેણે વલસાડના કાર્તિકેય અગ્રવાલ (11-1, 11-2, 11-3) અને પોરબંદરના દર્શન દેવજી (11-2, 11-2, 11-6) સામેની મેચ જીતી હતી તો દર્શને એક રોમાંચક મેચમાં કાર્તિકેયને 11-6, 9-11, 8-11, 12-10, 11-8થી હરાવ્યો હતો.
અમદાવાદના હર્ષ પટેલે મેઇન ડ્રોમાં પ્રવેશવા માટે સુરતના આયુષ તન્નાને 9-11, 11-9, 9-11, 11-4, 11-9થી તથા ભાવનગરના સાહિલ મકવાણાને 10-12, 11-7, 11-8, 11-8થી હરાવ્યો હતો જ્યારે ઉભરતા આયુશે ગ્રૂપ-3ની અન્ય મેચમાં સાહિલ સામે 11-2, 11-9, 11-8થી વિજય હાંસલ કર્યો હતો.
ગ્રૂપ-4માંથી અરાવલ્લીનો હર્ષવર્દન પટેલ ક્વોલિફાઈ થયો હતો. તેણે વલસાડના વિવાન મહેતા (11-9, 13-11, 11-8) અને ભાવનગરના વિવેક મકવાણા (11-3, 6-11, 11-7, 13-11)ને હરાવ્યા હતા જ્યારે ગ્રૂપની પ્રારંભિક મેચમાં વિવાન સામે વિવેકનો 8-11, 11-4, 11-7, 11-9થી વિજય થયો હતો.
ગ્રૂપ-5માં શ્લોક માલપાણીએ સંઘર્ષ બાદ આગેકૂચ કરી હતી. સુરતના શ્લોકે અરાવલ્લીના નકુલ પટેલને 11-6, 13-11, 11-7થી હરાવ્યો હતો પરંતુ ભાવનગરના યશ મકવાણા સામે તેનો 11-8, 8-11, 11-13, 9-11થી પરાજય થયો હતો. દરમિયાન યશ સામેની મેચમાં નકુલનો 11-2, 6-11, 14-12, 11-6થી વિજય થયો હતો.
Comments
Post a Comment