જીજીઓવાયના નવમા રાઉન્ડમાં 43 ગોલ્ફર્સ સામેલ થયા
અમદાવાદ:
સ્કોડા સ્ટેલર ગો ગોલ્ફ 2021 કેલેન્ડરના હિસ્સા તરીકે, ગુલમોહર ગ્રીન્સ : ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે યોજાતી 11 રાઉન્ડની ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) ટુર્નામેન્ટ-2021 ના તા. 25 અને 26 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા 9માં રાઉન્ડમાં 43 ગોલ્ફર્સ સામેલ થયા હતા.
0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં 80 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે એસપી સિંઘ વિજેતા બન્યા હતા. તેમણે સાંકડી સરસાઈથી 82 ગ્રોસ અને 37 પોઈન્ટ ધરાવતા રવિ શાહ સામે સ્પર્ધા કરી હતી.
15 થી 23 હેન્ડીકેપ કેટેગરીમાં માઈકલ વેયર વિજેતા બન્યા હતા. તેમના 89 ગ્રોસ અને 36 પોઈન્ટના પરફોર્મન્સથી તે 92 ગ્રોસ અને 36 પોઈન્ટ ધરાવતા સુરેશ પનવર સામે વિજયી બન્યા હતા.
24 કે તેથી વધુની હેન્ડીકેપ કેટેગરીમાં 101 ગ્રોસ અને 27 પોઈન્ટ સાથે વિહાર પટેલ ચાર્ટમાં ટોચના સ્થાને રહ્યા હતા. આ કેટેગરીમાં કુલદિપ પુગલીયા 109 ગ્રોસ અને 26 પોઈન્ટ સાથે રનર અપ રહયા હતા.
3 વિજેતાઓને વિજય માટેના તેમના પ્રયાસ બદલ 3,000 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. રનર્સ-અપ ને 1800 પોઈન્ટ આપવામાં આવ્યા હતા.
એકંદરે 3 કેટેગરીમાંથી 21 સ્પર્ધકોને રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા.
Comments
Post a Comment