બીજી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અપસેટની હારમાળા
વલસાડ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી બીજી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021ના પ્રથમ ચરણના શુક્રવારના પ્રથમ દિવસે અપસેટની હારમાળા સર્જાઈ હતી જેમાં દાનિયા ગોદીલ, સચી દોશી, આભા રાવત અને સુઝાન ચૌહાણે આશ્ચર્યજનક પરિણામો લાવ્યા હતા.
શિવમ ડેવલપર્સ અને રોટરી ક્લબ ઓફ વલસાડના સહયોગથી નગરપાલિકા સ્પોર્ટસ કોમ્પલેક્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં સબ જુનિયર ગર્લ્સ (અંડર-15)ની ક્વોલિફાઈંગ મેચમાં સુરતની દાનિયા ગોદીલે શાનદાર દેખાવ કરીને્ ગ્રૂપ-1માં ભાવનગરની ભૂમિ ગોહીલને હરાવી રાજ્યમાં આઠમો ક્રમાંક ધરાવતી સ્થાનિક ખેલાડી સચી મહેતાની સાથે ક્વોલાફાઇ થઈ હતી.
ભૂમિ સામેની મેચમાં દાનિયાને 13-11, 11-8, 11-7થી વિજય હાંસલ કરવામાં ખાસ તકલીફ પડી ન હતી ત્યાર બાદ તેણે સચી મહેતાને 11-5, 11-5, 11-3થી હરાવી હતી.
ભૂમિએ સચી સામે 11-5, 11-0, 11-1થી આશ્વાસન વિજય મેળવ્યો હતો.
ભાવનગરની સચીએ ગ્રૂપ-2માં પ્રવેશવા માટે રાજ્યમાં 11મા ક્રમની નવસારીની પ્રિન્સી પટેલને અને સુરતની મલિષ્કા ગણેશવાલાને હરાવી હતી.
પ્રિન્સી સામે સચીએ 11-5, 11-8, 11-5થી વિજય હાંસલ કરતાં અગાઉ મલિષ્કાને 11-4, 12-10, 6-11, 9-11, 11-8થી હરાવીને મેઇન રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.
બીજી તરફ પ્રિન્સીએ ભારે સંઘર્ષ બાદ મલિષ્કા સામે 11-4, 11-8, 9-11, 7-11, 11-8થી વિજય હાંસલ કર્યો હતો.
દરમિયાન સુરતની આભાએ મેઇન રાઉન્ડમાં પ્રવેશવા માટે અમદાવાદની સિદ્ધિ પટેલને અને ભાવનગરની ભારતી બાંભણીયાને હરાવી હતી.
ગ્રૂપ-7ની મેચમાં રાજ્યમાં 15મો ક્રમાંક ધરાવતી સિદ્ધિ સામે આભાએ 7-11, 11-9, 11-7, 11-4થી વિજય હાંસલ કર્યો હતો અને ભારતીને 11-6, 11-6, 11-5થી હરાવી હતી. સિદ્ધિએ પણ ભારતીને 10-12, 11-9, 12-10, 5-11, 12-10થી હરાવી હતી.
બરોડાની સુઝાને 17મા ક્રમની સુરતની પ્રતિષ્ઠા તોશનીવાલને અને ભાવનગરની શિલ્પા ચુડાસમાને હરાવીને ગ્રૂપ-8માંથી ક્વોલિફાઈ કર્યું હતું.
પ્રતિષ્ઠા સામે સુઝાને 11-9, 11-7, 11-5થી વિજય હાંસલ કર્યો હતો જ્યારે શિલ્પા સામે 11-4, 11-9, 11-8 વિજય નોંધાવ્યો હતો. શિલપાએ અન્ય મેચમાં પ્રતિષ્ઠાને 11-8, 9-11, 11-9, 11-6થી હરાવી હતી.
દરમિયાન સબ જુનિયર બોયઝ ક્વોલિફિકેશનમાં મોટા ભાગના ક્રમાંકિત ખેલાડીઓએ આસાનીથી મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો.
નવમો ક્રમાંક ધરાવતાં અમદાવાદના હાર્દ પટેલ, સુરતના માનવ મહેતા, ભાવનગરના ધ્યેય જાની, અમદાવાદના અભિષ પટેલ, આર્યન પટેલ (આ તમામ ખેલાડી સંયુક્તપણે 11મા ક્રમે છે), 17મા ક્રમના અભિલાક્ષ પટેલ અને અમદાવાદના પ્રથમ મહેતાએ મેઇન ડ્રોમાં પ્રવેશ મેળવી લીધો હતો.
કવોલિફાઇંગના મહત્વના પરિણામો
સબજુનિયર ગર્લ્સ (અંડર-15)
ગ્રૂપ-1
દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ભૂમિ ગોહીલ 13-11, 11-8, 11-7
દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સચી મહેતા 11-5, 11-5, 11-3
ભૂમિ ગોહીલ જીત્યા વિરુદ્ધ સચી મહેતા 11-5, 11-0, 11-1
ગ્રૂપ-2
સચી દોશી જીત્યા વિરુદ્ધ પ્રિન્સી પટેલ 11-5, 11-8, 11-5
સચી દોશી જીત્યા વિરુદ્ધ મલિષ્કા ગણેશવાલ 11-4, 12-10, 6-11, 9-11, 11-8
પ્રિન્સી પટેલ જીત્યા વિરુદ્ધ મલિષ્કા 11-4, 11-8, 9-11, 7-11, 11-8
ગ્રૂપ-7
આભા રાવત જીત્યા વિરુદ્ધ સિદ્ધિ પટેલ 7-11, 11-9, 11-7, 11-4
આભા રાવત જીત્યા વિરુદ્ધ ભારતી બાંભણીયા 11-6, 11-6, 11-5
સિદ્ધિ પટેલ જીત્યા વિરુદ્ધ ભારતી બાંભણીયા 10-12, 11-9, 12-10, 5-11, 12-10
ગ્રૂપ-8
સુઝાન ચોહાણ જીત્યા વિરુદ્ધ પ્રતિષ્ઠા તોશનીવાલ 11-9, 11-7, 11-5
સુઝાન ચૌહાણ જીત્યા વિરુદ્ધ શિલ્પા ચુડાસમા 11-4, 11-9, 11-8
શિલ્પા ચુડાસમા જીત્યા વિરુદ્ધ પ્રતિષ્ઠા તોશનીવાલ 11-8, 9-11, 11-9, 11-6
સબ જુનિયર બોયઝ (અંડર-15)
ગ્રૂપ-1
હાર્દ પટેલ જીત્યા વિરુદ્ધ યથાર્થ કેડીયા 11-5, 8-11, 11-5, 12-10
યથાર્થ કેડીયા જીત્યા વિરુદ્ધ હેમ દેસાઈ 11-4, 11-7, 11-6
હાર્દ પટેલ જીત્યા વિરુદ્ધ હેમ દેસાઈ 11-7, 11-5, 11-8
ગ્રૂપ-2
માનવ મહેતા જીત્યા વિરુદ્ધ રિદ્ધવિન શેરેગર 11-5, 11-6, 11-4
સંકેત શાહ જીત્યા વિરુદ્ધ રિદ્ધવિન શેરેગર 11-4, 11-4, 11-2
માનવ મહેતા જીત્યા વિરુદ્ધ સંકેત શાહ 10-12, 11-3, 14-12, 11-5
ગ્રૂપ-3
ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ નૈતિક વકીલ 11-7, 11-5, 11-7
સત્યમ પાંડે જીત્યા વિરુદ્ધ નૈતિક વકીલ 11-8, 11-7, 9-11, 5-11, 11-6
ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ સત્યમ પાંડે 13-11, 11-4, 11-8
ગ્રૂપ-4
અભિષ પટેલ જીત્યા વિરુદ્ધ સક્ષમ રુંગટા 11-6, 11-6, 11-5
કાવ્ય અગ્રવાલ જીત્યા વિરુદ્ધ સક્ષમ રૂંગટા 11-6, 11-9, 11-9
અભિષ પટેલ જીત્યા વિરુદ્ધ કાવ્ય અગ્રવાલ 11-6, 11-3, 11-4
ગ્રૂપ -5
આર્યન પટેલ જીત્યા વિરુદ્ધ વંદન સુથરિયા 11-6, 11-5, 11-5
વંદન સુથરિયા જીત્યા વિરુદ્ધ પાર્થ ટંડન વોકઓવર
આર્યન પટેલ જીત્યા વિરુદ્ધ પાર્થ ટંડન વોકઓવર
ગ્રૂપ-6
અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ નૈતિક ચોરડીયા 11-3, 11-9, 11-4
નૈતિક ચોરડીયા જીત્યા વિરુદ્ધ હિતાર્થ શાહ 9-11, 11-2, 11-4, 11-8
અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ હિતાર્થ શાહ 11-2, 11-8, 11-6
ગ્રૂપ-7
પ્રથમ મહેતા જીત્યા વિરુદ્ધ આદિત્ય પરાતે 11-1, 11-0, 11-1
તક્ષ કોઠારી જીત્યા વિરુદ્ધ આદિત્ય પરાતે 11-3, 11-1, 11-1
પ્રથમ મહેતા જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-7, 7-11, 12-10, 6-11, 11-5
Comments
Post a Comment