બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસમાંં વિવાન અને ક્રિષ્ણા હોપ્સમાં, આર્ય અને પ્રાથા કેડેટમાં સ્ટેટ ચેમ્પિયન
વલસાડ
બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021 (પ્રથમ ચરણ) અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021 (હોપ્સ અંડર-11)નું અહીં આયોજન થયું હતું જેમાં રવિવારે સુરતનો વિવાન દવે અને ક્રિષ્ણા પટેલે હોપ્સ કેટેગરીમાં સ્ટેટ ટાઇટલ જીતી લીધું હતું જ્યારે અમદાવાદના આર્ય કટારિયા અને પ્રાથા પવાર કેડેટ કેટેગરીમાં ચેમ્પિયન બન્યા હતા.
સમગ્ર ટુર્નામેન્ટમાં કેટલીક રોમાંચક મેચ રમાયા બાદ ટુર્નામેન્ટના અંતિમ દિવસે અપેક્ષા મુજબ પરિણામ આવ્યા હતા. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી આ ટુર્નામેન્ટ શિવમ ડેવલપર્સ અને રોટરી ક્લબ ઓફ વલસાડના સહયોગથી નગરપાલિકા સ્પોર્ટસ કોમ્પલેક્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. અંતિમ દિવસે મોખરાના ક્રમના વિવાને હોપ્સ અંડર-11માં સાતમા ક્રમના અમદાવાદના પર્વ વ્યાસને 11-6, 11-5, 11-6, 5-11, 12-10થી હરાવ્યો હતો.
વિવાનની જ સાથી અને મોખરાના ક્રમની ક્રિષ્ણાએ હોપ્સ ગર્લ્સ અંડર-11 કેટેગરીમાં ટાઇટલ જીતવા માટે પોતાની સાથી અને છઠ્ઠા ક્રમની દાનિયા ગોદીલને 11-3, 11-6, 11-4, 11-3થી હરાવી હતી.
દરમિયાન મોખરાના ક્રમના આર્ય કટારિયાએ ત્રીજા ક્રમના ભાવનગરના સુજલ કુકડિયાના પડકારનો અંત આણીને કેડેટ બોયઝ (અંડર-13)માં સળંગ બીજી વાર ટાઇટલ જીતી લીધું હતું. તેણે સુજલ સામેની ફાઇનલમાં 11-9, 11-8, 11-7, 11-7થી વિજય હાંસલ કર્યો હતો. યોગાનુયોગે મોડાસા ખાતે સપ્ટેમ્બરમાં યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાવનગરના સુજલે ટાઇટલ જીત્યું હતું.
મોખરાના ક્રમની પ્રાથાએ શનિવારે સબ જુનિયર ગર્લ્સ (અંડર-15)ની ફાઇનલમાં પરાજયની નિરાશા ખંખેરીને પોતાનું કેડેટ ગર્લ્સ (અંડર-13) ટાઇટલ જાળવી રાખતાં રવિવારે પોતાની જ સાથી અને બીજો ક્રમાંક ધરાવતી હિયા સિંઘ સામે 11-7, 11-6, 11-3, 11-3થી વિજય હાંસલ કર્યો હતો.
કેડેટ બોયઝ સેમિફાઇનલમાં સુજલ અપસેટ સર્જીને બીજા ક્રમના વિવાન દવેને 11-8, 11-8, 11-5થી હરાવ્યો હતો જ્યારે આર્ય કટારિયાએ પાંચમા ક્રમના અભિલાષ પટેલ (બરોડા) સામે 11-8, 11-6, 6-11, 11-8થી વિજય હાંસલ કર્યો હતો.
વિવાન ત્રીજા સ્થાને રહ્યો હતો જ્યાં તેણે અભિલાષ સામે 5-11, 11-9, 11-9, 12-10થી મેચ જીતી હતી.
કેડેટ ગર્લ્સ સેમિફાઇનલમાં તમામ અમદાવાદીઓનો મુકાબલો હતો. હિયા સિંઘે ત્રીજા ક્રમની યા ત્રિવેદીને 11-9, 8-11, 11-4, 3-11, 11-4થી તથા પ્રાથાએ મૌબિની ચેટરજીને 11-8, 11-7, 8-11, 12-10થી હરાવી હતી.
હોપ્સ બોયઝ (અંડર-11)માં વિવાને ચોથા ક્રમના દ્વિજ હિરાણી (અમદાવાદ)ને 11-1, 11-4, 11-2થી તથા પર્વએ છઠ્ઠા ક્રમના જેનિલ પટેલને 11-5, 11-9, 7-11, 11-2થી હરાવ્યો હતો.
જેનિલે ત્રીજા સ્થાન માટેની મેચમાં અમદાવાદના દ્વિજ હિરાણી સામે 11-2, 11-3, 15-13થી વિજય હાંસલ કર્યો હતો.
ક્વોલિફાઈંગ રાઉન્ડથી જ સમગ્ર ટુર્નામેન્માં પ્રભાવશાળી દેખાવ કરનારી દાનિયાએ હોપ્સ ગર્લ્સ ( અંડર-11)ની સેમિફાઇનલમાં અપસેટ સર્જીને બીજા ક્રમની ચાર્મી ત્રિવેદી (ભાવનગર)ને 11-7, 14-16, 11-3, 11-7થી હરાવી હતી જ્યારે ક્રિષાએ ચોથા ક્રમની રિચા રાવતને 11-6, 11-5, 11-4થી હરાવી હતી.
ચાર્મી ચોથા ક્રમે રહી હતી જ્યાં તેણે રિચાને 11-3, 11-6, 15-13થી હરાવી હતી.
“હું તમામ વિજેતાઓને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવવા માગું છું. તેમણે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે તે બદલ તેઓ અભિનંદનના હકદાર છે.તેમન કારણે જ સમગ્ર ટુર્નામેન્ટ રોમાંચક બની રહી હતી. મને ખાતરી છે કે જેઓ આ વખતે જીતી શક્યા નથી તેઓ આગામી ટુર્નામેન્ટમાં મજબૂતીથી પરત ફરશે” તેમ કહીને જીએસટીટીએના પ્રમુખ ક્ષી વિપુલ મિત્રા (આઇએએસ)એ જણાવ્યું હતું કે આ સાથે હું વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનની નવી જ રચાયેલી કારોબારીને પણ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે અભિનંદન પાઠવું છું.”
મહત્વના પરિણામો
હોપ્સ બોયઝ (અંડર-11)
ફાઇનલઃ વિવાન દવે જીત્યા વિરુદ્ધ પર્વ વ્યાસ 11-6, 11-5, 11-6, 5-11, 12-10
સેમિફાઇનલ્સઃ વિવાન દવે જીત્યા વિરુદ્ધ દ્વિજ હિરાણી 11-1, 11-4, 11-2
પર્વ વ્યાસ જીત્યા વિરુદ્ધ જેનિલ પટેલ 11-5, 11-9, 7-11, 11-2
3/4: જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ દ્વિજ હિરાણી 11-2, 11-3, 15-13
હોપ્સ ગર્લ્સ (અંડર-11)
ફાઇનલ : ક્રિશા પટેલ જીત્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 11-3, 11-6, 11-4, 11-3
સેમિફાઇનલ :દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 11-7, 14-16, 11-3, 11-7
ક્રિશા પટેલ જીત્યા વિરુદ્ધ રિચા રાવત 11-6, 11-5, 11-4
3/4: ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ રિચા રાવત 11-3, 11-6, 15-13
કેડેટ બોયઝ (અંડર-13):
ફાઇનલ : આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 11-9, 11-8, 11-7, 11-7
સેમિફાઇનલ્સઃસુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ વિવાન દવે 11-8, 11-8, 11-5
આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ અભિલાષ પટેલ 11-8, 11-6, 6-11, 11-8
3/4: વિવાન દવે જીત્યા વિરુદ્ધ અભિલાષ પટેલ 5-11, 11-9, 11-9, 12-10
કેડેટ ગર્લ્સ (અંડર-13)
ફાઇનલ : પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ દ્વિ હિયા સિંઘ 11-7, 11-6, 11-3, 11-3
સેમિફાઇનલ :હિયા સિંઘ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-9, 8-11, 11-4, 3-11, 11-4
પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ મોબિની ચેટરજી 11-8, 11-7, 8-11, 12-10
3/4: મોબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 9-11, 13-11, 11-6, 11-8
Comments
Post a Comment