ધ્યેયનો યાદગાર વિજય, નિધીએ આગેકૂચ જારી રાખી સબ જુનિયર ટાઇટલ જીત્યું
વલસાડ
ભાવનગરના બિનક્રમાંકિત ધ્યેય જાનીએ યાદગાર વિજય હાંસલ જ્યારે અમદાવાદની નિધી પ્રજાપતિએ વર્તમાન સિઝનમાં સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં તેની અજેય આગેકૂચ જાળવી રાખી હતી. બંને ખેલાડીએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી બીજી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021ના પ્રથમ ચરણના શનિવારે બીજા દિવસે સબ જુનિયર ટાઇટલ જીતી લીધા હતા.
શિવમ ડેવલપર્સ અને રોટરી ક્લબ ઓફ વલસાડના સહયોગથી નગરપાલિકા સ્પોર્ટસ કોમ્પલેક્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં સબ જુનિયર બોયઝ (અંડર-15)ની ફાઇનલમાં ધ્યેય જાનીએ 1-2થી પાછળ રહ્યા બાદ બીજા ક્રમના અરાવલ્લીના હર્ષવર્દન પટેલને 11-7, 10-12, 8-11, 11-8, 11-8, 11-5થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
ચોથા ક્રમની નિધીએ અગાઉ મોડાસા ખાતે પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જીતી હતી જ્યારે શનિવારની ફાઇનલમાં તેણે બીજા ક્રમની પ્રાથા પરમારને 11-7, 6-11, 11-4, 11-6, 11-7થી હરાવીને સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) ટાઇટલ જીત્યું હતું.
સબ જુનિયર બોયઝ (અંડર-15) કેટેગરીમાં ધ્યેયે સમગ્ર ટુર્નામેન્ટમાં મક્કમ દેખાવ કર્યો હતો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં અરાવલ્લીના ચોથા ક્રમના જન્મેજય પટેલ સામે 11-8, 8-11, 18-16, 11-7થી વિજય હાંસલ કર્યો હતો.
સેમિફાઇનલમાં ધ્યેયનો મુકાબલો અમદાવાદના મોખરાના ક્રમના હિમાંશ દહિયા સામે હતો જેને તેણે 11-7, 11-6, 12-14, 11-6, 3-11, 11-6થી હરાવ્યો હતો.
બીજી સેમિફાઇનલમાં હર્ષવર્દને બે વખત પાછળ રહેલા છતાં વળતો પ્રહાર કરીને અમદાવાદના ત્રીજા ક્રમના આર્ય કટારિયાને 11-9, 8-11, 7-11, 11-5, 5-11, 11-6, 12-10થી હરાવ્યો હતો.
ત્રીજા સ્થાન માટેની મેચમાં હિમાંશે તેની જ ટીમના આર્ય કટારિયાને 11-3, 11-6, 11-9થી હરાવ્યો હતો.
સબ જુનિયર ગર્લ્સ કેટેગરીમાં પોતાના પ્રભુત્વ છતાં નિધીને સેમિફાઇનલમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. આઠમા ક્રમની અમદાવાદની જિયા ત્રિવેદીને તેણે ભારે રસાકસી બાદ 9-11, 7-11, 6-11, 11-6, 12-10, 13-11, 11-2થી હરાવી હતી.
અન્ય સેમિફાઇનલમાં પ્રાથાએ એક ગેમ પાછળ રહ્યા બાદ ભાવનગરની ત્રીજા ક્રમની રિયા જયસ્વાલને 3-11, 11-8, 11-4, 11-3, 11-4થી હરાવી હતી.
જિયાએ ક્વાર્ટર ફાઇનલમાં અપસેટ સર્જીને મોખરાના ક્રમની અર્ની પવાર (સુરત) સામે 10-12, 11-7, 6-11, 11-6, 13-11થી વિજય હાંસલ કર્યો હતો અને ત્યારબાદ રિયા સામે 11-2, 11-5, 11-7થી મેચ જીતીને ત્રીજા ક્રમે રહી હતી.
દરમિયાન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021ની હોપ્સ ગર્લ્સ (અંડર-11)ના પ્રથમ રાઉન્ડમાં સુરતની છઠ્ઠા ક્રમની દાનિયા ગોદીલે વલસાડની જેનિશા ઝુનઝુનવાલાને 11-1, 11-5, 11-3થી હરાવીહતી તો પાંચમા ક્રમની ખાવિશા લોટીયા (અમદાવાદ)એ સુરતની તનિશા ડેપ્યુટીને 11-4, 11-4, 11-13, 11-4 થી હરાવી હતી. સુરતની ચોથા ક્રમની રિચા રાવતે વલસાડની નયાશા મહેતા સામે 11-4, 11-9, 11-7થી વિજય હાંસલ કર્યો હતો તો સુરતની રશીદા દગ્નીવાલાએ તેની જ ટીમની જેવિકા પટેલને 11-5, 11-4, 11-1થી હરાવી હતી.
કેટલાક મહત્વના પરિણામો
સબ જુનિયર બોયઝ (અંડર-15)
ફાઇનલ ઃ ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 11-7, 10-12, 8-11, 11-8, 11-8, 11-5
3/4 : હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ આર્ય કટારિયા 11-3, 11-6, 11-9
સેમિફાઇનલઃ ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 11-7, 11-6, 12-14, 11-6, 3-11, 11-6
હર્ષવર્દન પટેલ જીત્યા વિરુદ્ધ આર્ય કટારિયા 11-9, 8-11, 7-11, 11-5, 5-11, 11-6, 12-10
ક્વા. ફાઇનલઃ હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-7, 11-9, 11-13, 2-11, 11-5
ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-8, 8-11, 18-16, 11-7
આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 11-5, 11-8, 11-3
હર્ષવર્દન પટેલ જીત્યા વિરુદ્ધ નિજ લાખાણી 11-6, 12-10, 11-7
સબ જુનિયર ગર્લ્સ (અંડર-15)
ફાઇનલઃ નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ પ્રાથા પરમાર 11-7, 6-11, 11-4, 11-6, 11-7
3/4: જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 11-2, 11-5, 11-7
સેમિફાઇનલઃ નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 9-11, 7-11, 6-11, 11-6, 12-10, 13-11, 11-2
પ્રાથા પરમાર જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 3-11, 11-8, 11-4, 11-3, 11-4
ક્વા. ફાઇનલઃ જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ અર્ની પવાર 10-12, 11-7, 6-11, 11-6, 13-11ઑ
નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 9-11, 11-5, 11-2, 8-11, 11-3
રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ સારા અરોરા 11-9, 11-6, 11-4
પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ મૌબિની ચેટરજી 11-6, 11-4, 6-11, 12-10
પ્રિ ક્વા. ફાઇનલઃ સારા અરોરા જીત્યા વિરુદ્ધ જ્હાનવી પટેલ 11-4, 11-5, 11-8
હોપ્સ ગર્લ્સ (અંડર-11)
પ્રિ.ક્વા. ફાઇનલ
દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ જેનિશા ઝુનઝુનવાલા 11-1, 11-5, 11-3
ખાવિશા લોટીયા જીત્યા વિરુદ્ધ તનિશા ડેપ્યુટી 11-4, 11-4, 11-13, 11-4
રિચા રાવત જીત્યા વિરુદ્ધ નયાશા મહેતા 11-4, 11-9, 11-7
રાશીદા દગ્નિવાલા જીત્યા વિરુદ્ધ જેવિકા પટેલ 11-5, 11-4, 11-1
Comments
Post a Comment